રાજકોટમા નર્સની હત્યાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા શખ્સ દ્વારા છરીના ઘા ઝિંકીને નર્સની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક 52 વર્ષીય ચૌલાબેન પટેલ મુળ અમદાવાદના વતની છે અને હાલમા રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતાં. આ ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યાં છે. શહેરની અસારવા સિવિલ ખાતે આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
નર્સ ચૌલાબેન પટેલની હત્યા કરાઈ













