• 8 ડિસેમ્બર સુધી સમારકામને લઈ રોડ રહેશે બંધ
  • કડક બજારથી અલ્કાપુરી રોડ પહોંચવા વૈકલ્પિક વ્યવસ્થા
  • વાહન ચાલકો વાયા જેતલપુરનો ઉપયોગ કરી શકશે

વડોદરાનો અતિ વ્યસ્ત એવો અલકાપુરીનો રેલવે અન્ડર પાસ 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડ્યું છે. સયાજીગંજ વિસ્તારમાં કડક બજારથી અલકાપુરી તરફ જતા રેલવે ગરનાળાનું સમારકામ કરવામાં આવશે. જે માટે આગામી 8મી ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

આ માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. અગાઉ આ ગરનાળું 1થી 20 ઓક્ટોબર દરમિયાન સમારકામ કરવા આ ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું. જોકે નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોમાં ખરીદી માટે જતાં વાહન ચાલકોના ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી કામગીરી પૂર્ણ થઈ શકી નથી.

જે પછી 23 નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી સમારકામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે કડકબજારથી અલકાપુરી જવા માટેનું ગરનાળું બંધ રાખવામાં આવશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કડકબજાર નાકાથી રેલવે સ્ટેશન તરફ તથા કાલાઘોડા સર્કલથી સૂર્યા પેલેસ થઈ જેતલપુર બ્રિજ થઈ જવાનું રહેશે, એમ જાહેરનામામાં જણાવાયું છે.


  • Follow us on: