અંબાજીમાં આજે પણ મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. મેગા ડિમોલિશનની કામગીરીમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી.













