ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય કર્યો છે. રેલવે વિભાગે ગુજરાતના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ટ્રેન સેવાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. મુસાફરી દરમિયાન કોઈપણ નાગરિકનો જીવ જોખમમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, ભારતના હુમલા બાદ નફ્ફટ પાકિસ્તાન ગુજરાતના શહેરો તરફ ડ્રોન મોકલી રહ્યું છે પરંતુ ભારતીય સેના એલર્ટ મોડમાં હોવાથી તેનો આ પ્રયાસ નિષ્ફળ થયો છે.


ગુજરાતની આ ટ્રેનો રદ

ગુજરાતમાં ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રેનો રદ કરાઈ છે. કચ્છની રાજકોટ, નમો ભારત સહતિની તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. સાથે જ જોધપુર સહિત કુલ 5 જેટલી ટ્રેનો રદ કરાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ભૂજ-રાજકોટ સાથે ભૂજની સ્પેશિયલ ટ્રેન રદ કરાઈ છે.ભૂજ-અમદાવાદ,ભૂજ-નમો ભારત રેપિડ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર

તમને જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે કચ્છમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને કચ્છમાં 4 સ્થળો પર ડ્રોન-મિસાઇલ તોડી પાડી છે. પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર છે જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે,કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે.


  • Follow us on: