• અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
  • ગીરિયા, ઇશ્વરિયા, દેવળીયા, માચીયાળામાં વરસાદ
  • અમરેલી શહેરમાં વરસાદી પાણી વહેતા થયા

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગીરિયા, ઇશ્વરિયા, દેવળીયા, માચીયાળામાં વરસાદ થતા ડેમોમાં પાણી છલકાયા છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખાંભા, ધારી અને રાજુલા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજુલામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર પંથકમાં અવિરત વરસાદથી લોકો ખુશખુશાલ થયા હતા.

ગાગડિયો નદીમાં ત્રણ વખત પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ જામતા ગાગડિયો નદીમાં ત્રણ વખત પૂર આવ્યું છે. ગાગડિયો નદી પરનો ચેકડેમ અને તળાવ છલકાયા છે. ચેકડેમ અને તળાવ છલકાતા અદભુત આકાશી નજારો સામે આવ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા

ગુજરાતના અનેક જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. સુરત, નવસારી, વલસાડ, ઉપલેટા, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના જિલ્લમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  • Follow us on: