વર્ષ 2024 લોકસભાની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન હેઠળ લડનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ આવનારી બંન્ને પેટા ચૂંટણીઓ એકલા હાથે લડવાની તૈયારી કરી લીધી છે આ સાથે જ બંન્ને પક્ષોએ આવનારી વિધાનસભા 2027ની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે,કેવી છે બંન્ને પક્ષોની વાંચીએ આ સ્ટોરીમાં.
ગુજરાત કોંગ્રેસ નક્કી કરાયેલી લાયકાત ધરાવતા પ્રમુખોની યાદી તૈયાર કરશે
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસિલ કરી શકી નથી,જેના કારણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા અને આત્મવિશ્વાસની કમી જોવા મળી રહી છે જો કે હવે ગુજરાતમાં કોંગ્રેસમાં નવી ઉર્જાનું સંચાર કરવા તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગેસને બહાર કાઢવા ખૂદ રાહુલ ગાંધીએ ગુજરાતની કમાન સંભાળી છે જેના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખો જે કોંગ્રેસને સફળતા અપાવી શકે તેવા પ્રમુખોની નિમણૂક માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે,જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક માટે રાષ્ટ્રીય અને પ્રદેશના નિરિક્ષકોની નિમણૂક કરાઈ છે જેઓ તેમના જિલ્લામાં પ્રવાસ કરીને નક્કી કરાયેલી લાયકાત ધરાવતા પ્રમુખોની યાદી તૈયાર કરશે..
જાણો ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈ શું નક્કી કરાયું
જિલ્લા/શહેર પ્રમુખો માટે કેવી લાયકાત નક્કી કરાઈ - હેડર
ઉંમરનો કોઈ બાધ નહિં
ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કોંગ્રેસ માટે કામ કરેલુ હોવુ જરૂરી
સ્વચ્છ છબી જરૂરી
ભૂતકાળમાં ક્યારેય પક્ષ વિરોધી કામગીરી ન કરી હોવી જોઈએ,
વર્ષ 2027ની ચૂંટણીમાં ગુજરાત કોને સાથ આપશે તે સમય બતાવશે
તો આ તરફ પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવાર જાહેર કરનાર આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બંન્ને પેટાચૂંટણીઓ તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એકલા હાથે લડવા માટેની તૈયારી કરી લીધી છે..જેના ભાગરૂપે રાષ્ટ્રીય આપની 250 ટીમોએ સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ધામા નાંખ્યા છે.આગામી 3 વર્ષ માટે આમ આદમી પાર્ટીની 1250 ટીમો સંગઠન મજબૂત કરવા માટે મહેનત કરશે.આમ ગુજરાતના રાજકારણમાં છેલ્લા 30 વર્ષથી મૂળિયા પાકા કરનાર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી સંગઠન મજબૂત કરવાની કામગીરી હાથ ધરી છે..ત્યારે બંન્ને પાર્ટીઓની મહેનતથી ભાજપને કેટલુ નુકસાન થાય છે તે 2027 વિધાનસભાની ચૂંટણીના પરિણામ બતાવશે.