અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે જેમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે,ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે,આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી શિક્ષક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,અને મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ હાથધરી છે.
શિક્ષકે આચર્યુ દુષ્કર્મ
ખોખરામાં પ્રોગેસીવ એજ્યુકેશના જિગ્નેશ ગોહિલે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ છે,તો દુષ્કર્મ આચરી અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વિધાર્થીનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો તો પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે સંચાલક સામે કાર્યવાહી કરી છે,ખોખરા પોલીસે આરોપી જીગ્નેશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,આરોપીએ અગાઉ પણ કોઈ વિધાર્થીની સાથે આવું કૃત્ય કર્યુ નથી ને તેને લઈ પણ તપાસ હાથધરવામાં આવી છે.
શિક્ષકે વિદ્યાર્થીનીને બનાવી પોતાની હવસનો શિકાર
ખોખરામાં વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે જેમાં શિક્ષક જીગ્નેશ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે,ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યુ છે.સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થીની અને શિક્ષક મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારિરીક દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વાત સામે આવી છે,તો આરોપીએ અશ્લીલ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
વિધાર્થીનીને આપતો હતો ધમકી
વિદ્યાર્થીનીએ કંટાળીને અંતે શિક્ષક વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે,તો પોલીસે આરોપીનો ફોન જપ્ત કર્યો છે અને તપાસ અર્થે મોકલી આપ્યો છે.આરોપીએ પણ કબૂલ્યું કે પોતે ધમકી આપતો હતો અને દુષ્કર્મ આચર્યુ છે ત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય કલાસમાં જે વિધાર્થીનીઓ છે તેના પણ નિવેદન લેવામાં આવ્યા છે.