આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર વિરેન્દ્ર પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે,આરોપીએ બેંકને 77 કરોડનો ચૂનો લગાવી દીધો છે જેમાં સીબીઆઈ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આણંદમાં ચરોતર નાગરિક સહકારી બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરેન્દ્ર પટેલે છેતરપિંડી આચર્યાના લગભગ બે દાયકા પછી ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકાથી પરત ફર્યો હતો ભારત
સીબીઆઈ તરફથી મળેલી માહિતી મુજબ, પટેલ ઇન્ટરપોલ ચેનલો દ્વારા અમેરિકાથી ભારત પરત ફર્યો હતો અને અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી,આરોપીએ અન્ય સાથી આરોપીઓ સાથે મળીને 77 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002 તેની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને ત્યારથી આરોપીઓ ફરાર હતો,બેંક દ્વારા વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યા છે.વર્ષ 2004માં ગુજરાત પોલીસની વિનંતીને પગલે, સીબીઆઈએ ઇન્ટરપોલ દ્વારા પટેલ સામે રેડ કોર્નર નોટિસ મેળવી હતી જેનાથી વૈશ્વિક કાયદા અમલીકરણ એજન્સીઓ તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકી છે.
આણંદ પોલીસને સોંપાયો આરોપી
નકલી ડોક્યુમેન્ટ અને ક્રિમિનલ કોન્સ્પિરસી મામલે આ ગુનો વીરેન્દ્ર પટેલ સામે નોંધવામાં આવ્યો, જે પછી તેની નાસ્તો ફરતો હતો જેને પગલે સીબીઆઇએ 3 માર્ચ 2004 ના રોજ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી, એટલું જ નહીં ઈન્ટરપોલના માઘ્યમથી અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી. વિરેન્દ્ર મણીભાઈ પટેલ જ્યારે યુએસએથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યારે જ એની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ કાયદેસર રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.