• આણંદ લોકસભા બેઠક મિતેશ પટેલને ટક્કર આપશે અમિત ચાવડા
  • આ બેઠક 10 વખત જીતી છે કોંગ્રેસ
  • છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો

આણંદનુ નામ પડતા જ અમુલ ડેરી યાદ આવે. મધ્ય ગુજરાતનું આ મહત્વનું શહેર માનવામાં આવે છે. આણંદ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. આ વિસ્તાર આમ તો કોંગ્રેસ પ્રભાવિત હતો. પરંતુ છેલ્લા બે લોકસભા ચૂંટણીથી આણંદના રાજકારણ બદલાવ આવ્યો છે. ભાજપ આણંદમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળ રહ્યુ છે. આણંદ લોકસભા બેઠકમાં ખંભાત, બોરસદ, અંકલેશ્વર, ઉમરેઠ, આણંદ, પેટલાદ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર દુધ ઉત્પાદન અને ખેતી માટે જાણીતો છે. છેલ્લા બે ટર્મથી આ સીટ પર ભાજપ જીત મેળવી છે હવે જોવાનું રહ્યુ કે, 2024માં આ બેઠક કોને ફાળે જાય છે .

આણંદમાં પાટીદાર મતદારો કિંગમેકરની ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત અહીં ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પરથી એક સમયે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ સાંસદ રહી ચુક્યા છે. 2014 પહેલા આ બેઠક પર એકંદરે કોંગ્રેસ મજબુત રહી છે. આણંદ બેઠક પર 2014થી ભાજપનો દબદબો છે.

લોક્સભા મત વિસ્તાર

16– આણંદ

આણંદ લોકસભા મત વિસ્તારમાં સાત વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે

વિધાનસભા મત વિસ્તાર

108 -ખંભાત

109 -બોરસદ

110 -આંકલાવ

111- ઉમરેઠ

112-આણંદ

113-પેટલાદ

114-સોજીત્રા

લોકસભા ચૂંટણીના પરિણામ

છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપ તરફી માહોલ બની રહ્યો છે. વર્ષ 2014ની લોકસભામાં ચૂંટણીમાં ભાજપે અહીંથી દિલીપ પટેલને ટિકિટ આપી હતી. સામે પક્ષે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. બે વખત સાંસદ અને એક વખત મંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકી ભાજપના દિલિપ પટેલ સામે હારી ગયા હતા. દિલીપ પટેલે 63,426 મતોથી ભરતસિંહ સોલંકીને માત આપી હતી.

વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ફરી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જો કે ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ સામે 1,97,718 મતોથી હારી ગયા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી છે.

છેલ્લી બે ટર્મને બાદ કરીએ તો આ બેઠક પર 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ભાજપના જયપ્રકાશ પટેલને હરાવીને વિજયી રહ્યા હતા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમણે ભાજપના દીપક પટેલને હરાવ્યા હતા.

મતદારો

આણંદ લોકસભા બેઠક પર કુલ 20 લાખ 92 હજાર 745 મતદારો છે. જેમા પુરુષ મતદારો 7 લાખ 81 હજાર 818 છે, જ્યારે મહિલા મતદારો 7 લાખ 15 હજાર 737 છે.

કુલ સાત વિધાનસભા બેઠકો

આણંદ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમા ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ,પેટલાદ, સોજીત્રા બેઠકોનો સમાવેશ થાય છે.

આણંદ લોકસભા બેઠક પર હજી સુધી મહિલા ઉમેદવારની જીત થઇ નથી

આણંદ લોકસભા બેઠક પર પ્રથમ ચૂંટણી 1957 પ્રથમ ચૂંટણી થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આણંદ લોકસભા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષમાંથી મહિલા ઉમેદવારને તક મળી નથી. આ બેઠક પરથી ઇશ્વરભાઇ ચાવડા પાંચ વાર જીત મેળવી, નરેન્દ્રસિંહ મહિડા બે વાર જીત મેળવી છે. પરંતુ હજી આ બેઠક પર કોઇ મહિલા ઉમેદવારને જીતવાનો મોકો મળ્યો નથી

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ દસ વાર જીત મેળવી

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યુ છે. છેલ્લા બે ટર્મથી આ બેઠક પર ભાજપ વિજય મળતુ રહ્યુ છે. પરંતુ આણંદ લોકસભા બેઠકના ઇતિહાસમાં કોંગ્રેસે દસ વાર જીત મેળવી છે. જેમાં કોંગ્રેસને આ બેઠક પર પ્રથમ વાર 1957ની લોકસભા ચૂંટણીમાં જીત મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર મણિભાઇ પટેલે જીત આપાવી હતી. ત્યાર બાદ આ બેઠક પર વર્ષ 1967 થી 1977 ચૂંટણીમાં કોંગ્રેસન વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 1980 થી 2009 સુધી આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતતી આવી છે. પરંતુ વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક ગુમાવવી પડી હતી.

આણંદ લોકસભા બેઠક પર ભાજપ ચાર વાર જીતી શક્યુ

આણંદ લોકસભા વિસ્તાર કોંગ્રેસથી પ્રભાવિત હતો. જેથી આ વિસ્તારમાં કોંગ્રેસનો સતત વિજય થતો હતો. આણંદ લોકસભા બેઠક પર ભાજપે પ્રથમ વાર વર્ષ 1989ની ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર નાથુભાઇ પટેલે આ ચૂંટણીમાં વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિપક પટેલનો વિજય થયો હતો. જો કે છેલ્લા બે ટર્મથી આણંદ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થતો રહ્યો છે. જેમાં વર્ષ 2014માં દિલીપ પટેલનો વિજય થયો હતો જ્યારે 2019માં આણદ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો વિજય થયો હતો.

કોણ છે અમિત ચાવડા


પરંપરાગત રીતે કોંગ્રેસની મજબૂત બેઠક ગણાતી આણંદ સીટ પરથી કોંગ્રેસે ફરી એકવાર સોલંકી-ચાવડા પરિવાર પર દાવ અજમાવ્યો છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા. પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંને પરિવારનો દબદબો ઘટાડ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આણંદ જિલ્લાની મોટાભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે.

અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે

આણંદ બેઠક પરથી અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા ચૂંટણી લડશે. અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગત બે લોકસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ હારી જતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભરતસિંહના ઇનકાર બાદ કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.

કોણ છે મિતેષ પટેલ


મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી છબી ધરાવતા નીવિવાદિત રાજકારણી છે, વર્ષ 2019માં મિતેષ પટેલને આણંદ જિલ્લાના મતદારોએ મત આપીને દેશની સૌથી મોટી પંચાયતમાં સાંસદ બનાવીને મોકલ્યા હતાં. જ્યાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સતત વિસ્તારની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવ્યો હતો હંમેશા પ્રયત્નો કરી હકારાત્મક પરિણામો લાવી આપ્યા છે.

  • Follow us on: