ભારતમાં જ્યાં પદયાત્રા એ દેશની સંસ્કૃતિના વારસાનું આંતરિક તત્વ છે, દેશના સૌથી ધનાઢ્ય પરિવારના એક સંતાને પરમાત્મા સાથે જોડાણ સાધવાની આ જ ભારતીય રીતની પુનઃપ્રાપ્તિ સાથે ચાલતા તીર્થયાત્રાની શરૂઆત કરી છે. અનંત અંબાણી તેમના પૂર્વજોના વતન અને કર્મભૂમિ જામનગરથી ભારતના સૌથી પવિત્ર શહેરોમાંના એક એવા દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પર છે. 29 માર્ચે નીકળ્યા પછી તે દરરોજ લગભગ 20 કિલોમીટરનું અંતર કાપે છે, દરરોજ રાત્રે લગભગ સાત કલાક ચાલે છે. તેઓ તેમના 30મા જન્મદિવસના એક દિવસ પહેલા- 8 એપ્રિલના રોજ ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રો સાથે જોડાયેલા શહેર દ્વારકા પહોંચશે.


લોકોના તેમને ભગવાન દ્વારકાધીશના ફોટા સાથે આશિષ

રસ્તામાં, અંબાણીએ આદર અને સદ્ભાવનાના અનોખા અનુભવ થયા છે. કેટલાક તેમની સાથે ચાલી રહ્યા છે તો અન્યોએ તેમને ભગવાન દ્વારકાધીશના ફોટા સાથે આશિષ આપ્યા હતા અને હજુ પણ અન્ય અને કેટલાય લોકો તેમના કાફલામાં ચાલી રહેલા ઘોડાઓ સાથે ફોટો પડાવી રહ્યા છે. અંબાણીની પદયાત્રા એ હકીકત માટે પણ નોંધપાત્ર રીતે મહત્વની છે કે તેમને કુશિંગ સિન્ડ્રોમ - એક દુર્લભ હોર્મોનલ બીમારી - અને અવગણી ન શકાય તેવી સ્થૂળતા, તેમજ અસ્થમા તથા ફેફસાના ગંભીર બીમારી છે અને આ રોગને કારણે થતી નબળાઈને દૂર કરવા માટે આ કઠિન યાત્રા કરવામાં આવી રહી છે.


આધ્યાત્મિક પદયાત્રા

આ આધ્યાત્મિક પદયાત્રામાં અનંત દ્વારકા જતા માર્ગમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો જાપ કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના નાના પુત્ર એક શ્રદ્ધાળુ સનાતની છે અને આધ્યાત્મિક જુસ્સો પોતાની સૌથી સમીપ રાખે છે. ભારતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના તેઓ નિયમિત દર્શન માટે જાય છે અને બદ્રીનાથ, કેદારનાથ, કામાખ્યા, નાથદ્વારા, કાલીઘાટ અને કુંભ મેળા જેવા સ્થળો માટે મુક્ત મને દાનની સરવાણી વહાવે છે.

વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું સંચાલન કરે છે

તેઓ એક જવાબદાર બિઝનેસ પણ સંભાળે છે - તેઓ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું સંચાલન કરે છે અને દેશના સૌથી મોટા ન્યૂ એનર્જી ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સનું નિર્દેશન કરે છે. અને એ સાથે તેમણે અનેક પ્રાણીઓના સંરક્ષણ માટે વનતારાની સ્થાપના પણ કરી છે, જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અંબાણી પ્રદર્શિત કરી છે કે તેઓ પવિત્ર આધ્યાત્મિક પરંપરાના પગલે ચાલી શકે છે અને સાથે સાથે બિઝનેસની દુનિયામાં ભવિષ્યનું નિર્માણ પણ કરી શકે છે.

  • Follow us on: