ગુજરાતમાં તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ કુંવરજી હળપતિએ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, 'કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.'
કુંવરજી હળપતિના આક્ષેપ સામે અનંત પટેલનો વળતો પ્રહાર
તો બીજી તરફ કુંવરજી હળપતિના આક્ષેપ સામેઅનંત પટેલનો વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, કુંવરજીભાઇની દાગડી ચસકી છે. આદિવાસી સમાજ ના પ્રશ્નો ને વાચા આપવા કુંવરજી કશું બોલતા નથી તેમના વિસ્તારમાં ઉકાઇ જળાશય ઉપર સોલાર પ્લાન્ટ નાખવાના કામ સામે ગ્રામજનોના વિરોધને અમે સપોર્ટ કર્યો છે. અને મને યાદ છે ત્યા સુધી અમે કોઇની પાસેથી ટકાવારી લીધી નથી.પરુંતુ તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા તેનો જવાબ કુંવરજી આપે.... તમે એવી સાબિતી કરી બતાવતા હોય તો અમારા પર તમે તપાસ કરાવી શકો છો...ટકાવારી રાજ, ભ્રષ્ટાચાર તમારી સરકારમાં ચાલે છે. તમારે તમારા કપડા તપાસવાની જરૂર છે.
ચૈતર વસાવાએ શું આપી પ્રતિક્રિયા?
વસાવાએ કહ્યું હતું કે, 'આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે... કુંવરજીભાઈ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી આપે, શિક્ષકોની ભરતી કરે, આદિવાસી વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી એ શરૂ કરે. કુંવરજીભાઈના વિસ્તારમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન અને સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન સહિત જેટલી પણ ટ્રાયબલ સબ પ્લાન છે તેમાં આદિ આદર્શ ગ્રામની ગ્રાન્ટ અને ગુજરાત કેડરની ગ્રાન્ટની તપાસ કરાવશો તો કુવરજીભાઈએ જે નવસારીની એજન્સીઓને કામ સોંપ્યા છે તેનું આખું કૌભાંડ બહાર આવશે. છેલ્લા પાંચ વર્ષમાં 2000-2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. કુંવરજીભાઈએ અમારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે.'
કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી
કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, 'વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.'