અમદાવાદના ઓઢવમા ખાનગી કંપનીમા ભીષણ આગની ઘટના સામે આવી છે. ઉદય એસ્ટેટમાં વોશિંગ મશીનની કંપનીમાં આગ લાગતા દુર-દુર સુધી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની કવાયત તેજ કરવામાં આવી છે.


અમદાવાદમાં આવેલા ઓઢવ છોટા લાલની ચાલી પાસે આગનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી. મળતી માહિતી મૂજબ,  ઓઢવમા આવેલી ઉદય ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં વોશિંગ મશીન બનાવતી કંપનીના ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાને લઇ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 3 ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

ઓઢવમા ખાનગી કંપનીમા ભીષણ આગની ઘટનાના વીડિયો સામે આવ્યા છે. ઓઢવમા આવેલી ઉદય ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં વોશિંગ મશીન બનાવતી કંપનીના ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાધે આકાશમાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ખાનગી કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.

  • Follow us on: