ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં પાંચ વર્ષથી તૈયાર થયેલી આંગણવાડી ધૂળ ખાઈ રહી છે. માત્ર વિજ કનેક્શનના વાંકે આંગણવાડી નહીં સોંપવામાં આવતા ભાડાના મકાનમાં આંગણવાડી ચાલી રહી છે. તંત્રને ઢીલી નીતિના કારણે ભાડાનું ભારણ મ્યુનિસિપલ તિજોરીમાં પડી રહ્યું છે.


5 મહિના પહેલા નવી આંગણવાડી બનાવી હતી

ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં આવેલ ઈન્દીરાનગર વણકરવાસની પાછળ આશરે 5 મહિના પહેલા નવી આંગણવાડી બનાવવામાં આવેલ છે, પરંતુ આજદીન સુધી વિજ કનેકશનનું જોડાણ આપેલ ન હોવાના કારણે આંગણવાડી સંપૂર્ણ તૈયાર હોવા છતા શરૂ કરી શકાતી નથી. આ બાબતે આઈ.સી.ડી.એસ. વિભાગે અવાર નવાર રજુઆત કરવા છતા ભાવનગર મહા નગરપાલિકાનાં બિલ્ડીંગ વિભાગ તથા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. વધુમાં આ વિસ્તારમાં ભાડાની આંગણવાડી ચાલતી હોય, છેલ્લા છ મહિનાથી નવી આંગણવાડી તૈયાર હોવા છતા ફકત વિજ કનેકશન ન હોવાના કારણે બાળકોને ભાડાની આંગણવાડીમાં બેસવુ પડે છે અને સુવિધાયુકત આંગણવાડીથી વંચીત રહેવુ પડે છે, તેમ ચિત્રા-ફુલસર-નારી વોર્ડનાં કોર્પોરેટર કાંતિભાઈ ગોહીલે જણાવ્યું હતું.

  • Follow us on: