• રૂ. 35 હજાર પડાવી લગ્ન ન કરાવ્યા
  • 2019માં રાજેશ જાદવે કરી હતી છેતરપિંડી
  • નકલી PA સહિત અન્ય મહિલા સામે પણ ફરિયાદ

જૂનાગઢમાં મંત્રીના નકલી PA સામે વધુ એક ફરિયાદ થઇ છે. જેમાં રાજેશ જાદવે ધોરાજીના શખ્સ સાથે છેતરપિંડી કરી હતી. તેમાં લગ્ન કરાવવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. રૂ. 35 હજાર પડાવી લગ્ન કરાવ્યા ન હતા. જેમાં 2019માં રાજેશ જાદવે છેતરપિંડી કરી હતી.

નકલી PA સહિત અન્ય મહિલા સામે પણ ફરિયાદ કરવામાં આવી

નકલી PA સહિત અન્ય મહિલા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. મંત્રી પરસોતમ સોલંકીના નામે રોફ જમાવતો હતો. જેમાં ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવતો હતો. તેમાં 53 વર્ષીય આધેડની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. તેમજ કારમાં MLA GUJARAT લખી રોફ જમાવતો હતો. મેંદરડાના રાજેશ જાદવની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે અંગત મદદનીશ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા છે. જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવી લોકોને ફસાવતો હતો. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી હતી.

રાજેશ જાદવ સાંસદના નામેરી હોવાનો ફાયદો ઉઠાવતો

જૂનાગઢમાં એમ.એલ.એ.ગુજરાત લખેલી કારમાં નીકળીને પોતાને મંત્રીનો અંગત મદદનીશ ગણાવતો રાજેશ જાદવના અનેક કારનામા હોવાનું સામે આવી રહ્યું છે. સરકારી કચરીમાં અધિકારીગણમાં નામ ન આપનાવી શરતે અનેક કર્મચારીઓએ જણાવ્યું કે, રાજેશ જાદવ સાંસદના નામેરી હોવાનો ફાયદો ઉઠાવી અનેક અધિકારીઓને એમ.પી.હોવાનું કહીને કામ કરાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે, તે બાબતે હાલ તો સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી.

ગુજરાત રાજ્યના મંત્રીના વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ કરતો

પોલીસની પ્રાથમિક તપાસમાં ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું કે, પરિક્રમા દરમિયાન આ શખ્સે ગુજરાત રાજ્યના મંત્રીના વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ કરીને વન વિભાગના સ્ટાફને કાર્ડ બતાવ્યું હોવાનું ફોરેસ્ટ તરફથી જાણ કરવામાં આવી છે. આ સાથે વર્ષ 2019-20માં ગોંડલ અને ધોરાજી પંથકમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરી હોવાનું જાણમાં આવતા તે દિશામાં પણ પોલીસે તપાસ કરીને ખરાઈ કરવાની તજવીજ શરુ કરી છે, આ સાથે તેમણે આ વિઝીટીંગ કાર્ડ અને એમ.એલ.એ.ગુજરાત લખેલી કારનો કોઈ ગુનાહિત પ્રવુતિમાં ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.


  • Follow us on: