આજે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભાવનગર જીલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક મહેરામણ ઉમટી પડ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બગદાણાધામ ખાતે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
બજરંગદાસ બાપાની 48મી પૂણ્યતિથી મહોત્સવની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બગદાણા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બગદાણાના માર્ગો બાપા સીતારામનાં નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તિમય માહોલ વચ્ચે વહેલી સવારે પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો હતો. પાંચ વાગ્યે મંગળા આરતી`બાદ, ધ્વજ પુજન, આરતી અને ગુરૂ મહિમ પુજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. તો ગામમાં નીકળેલી બજરંગદાસ બાપાની પાલખી યાત્રામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું.













