રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરકોટમાં સરકારી જમીન પરના દબાણો હટાવાયા તંત્રએ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલ્ટ્રી ફાર્મ, કાચા મકાનો સહિતના દબાણો હટાવાયા છે. અંદાજીત 22.50 લાખની આશરે 1000 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ છે. 


રાજકોટ જિલ્લાના ધોરાજી માં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોરાજીના ઉમરકોટમાં સરકારી જમીન  પર જે દબાણ કરવામાં આવેલ હોય તેવા દબાણો આજરોજ દૂર કરવામાં આવ્યા છે. ધોરાજી નગરપાલિકા તંત્ર મામલતદાર તંત્ર પ્રાંત કચેરી અને પોલીસ તંત્ર સાથે રાખી આજ રોજ ધોરાજીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટ ગામના સરકારી ખરાબાની જમીન સર્વ નંબર 39 પૈકી 1ની જમીનમાં પોલટરી ફાર્મ 2 અને ઓરડીઓ ગેરકાયદેસરો દબાણ દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ જેમાં કુલ 1000 ચો.મી. જમીનની કિંમત અંદાજે 22,50,000 દાબણો દૂર કર્યા છે.

અગાઉ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા 22.50 લાખની આશરે 1000 ચો.મી. જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી હતી. આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ દબાણ દૂર કરેલ જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

  • Follow us on: