સુરતના કામરેજના ઉંભેળ ગામે SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરી વેચતા માફિયાઓ સામે SMCએ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કાળા કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. કામરેજના ઉંભેળ ગામે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉંભેળ ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં વેપલો ચાલતો હતો. જેમાં વિદેશથી આવતા ઇમ્પોર્ટએડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરીને વેચવામાં આવતો હતો. પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાયવર સાથે મેળા પીપણામાં વેપલો ચાલતો હતો. આખરે SMCએ કાળા કોલસાના કાળા કારોબાર સામે લાલાઆંખ કરી છે.













