નારોલ-સરખેજ વચ્ચે બ્રિજ માટે જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામની તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,સર્વિસ રોડ પહોળો કરવા માટે જુહાપુરામાં બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે,તો કેટલાક દુકાનદારો 10 થી 12 જેટલી દુકાનો સ્વેચ્છિક તોડી રહ્યા છે જુહાપુરા ચાર રસ્તાથી સોનલ ચાર રસ્તા સુધીનો રોડ પહોળો કરવાનો છે તેને લઈને 1100 મીટરના પટ્ટામાં અંદાજે 200થી પણ વધુ કોમર્શિયલ અને 80 થી વધુ મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે.
ગેરકાયદેસર મકાનો તોડી પડાશે
મહત્વનુ છે કે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે જેને પગલે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તા મોટા કરવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે જુહાપુરાના AMCનું બુલડોઝર પહોંચે તે પહેલા જ કબજેદારોએ દુકાનો અને મકાનો ખાલી કરી તોડી પડવાની કામગીરી કરવામાં આવી છે.ટ્રાફિકની સમસ્યામાં રાહત થાય તેને લઈ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે,આગામી સમયમાં પણ રોડ પર પણ જેટલા ગેરકાયદેસર દબાણો હશે તેને તોડી પાડવામાં આવશે.
ઓઢવમાં પણ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણ અને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ વિસ્તારમાં ટીપી સ્કીમ નં. 42માં ફાઇનલ પ્લોટ 64માં આવેલા રબારી વાસમાં કોર્પોરેશનના સ્કૂલ અને લાયબ્રેરી તેમજ પાણીની ટાંકી માટેના હેતુના બે પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ-બાંધકામને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે ગુરુવારે તોડી પાડવામાં આવ્યા છે. બંને પ્લોટના કુલ 1320 ચોરસ મીટરના પ્લોટને ખુલ્લા કરવામાં આવ્યા છે.