• યુવતીને સ્પા સેન્ટરમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી
  • સ્પા સેન્ટરના નામે ગોરખ ધંધા ચાલતા હોવાનું કારસ્તાન
  • પૈસા પડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી

બનાસકાંઠાના ધાનેરાના સ્પા સંચાલકે દિલ્હીની યુવતીને પોતાના સ્પા સેન્ટરમાં ભાગીદારી આપવાની વાત કરી સ્પામાં લાવી તેની સાથે દુષ્કર્મ આચરતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ધાનેરા પોલીસે ફરિયાદને આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીને સ્પા સેન્ટરમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી

ધાનેરામાં યુવતીને સ્પા સેન્ટરમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી તેની પાસેથી પૈસા પડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઘટનાની વાત કરીએ તો ધાનેરા ખાતે સ્પા સેન્ટર ચલાવતા જે.ડી.ખાન નામના શખ્સે દિલ્હીની યુવતી સાથે સંપર્ક સાધ્યો અને તે બાદ યુવતીને પોતાના સ્પા સેન્ટરમાં મેનેજર તરીકે રાખી ભાગીદાર બનાવવાની વાત કરી યુવતીને ધાનેરા લાવ્યો અને તે બાદ યુવતી પાસેથી એક વખત 3 લાખ રૂપિયા ઓનલાઇન અને તે બાદ 3,00,000 રોકડ મેળવી લીધા હતા.

સ્પા સેન્ટરના નામે ગોરખ ધંધા ચાલતા હોવાનું કારસ્તાન

યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સાથે સ્પા સેન્ટરમાં જ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી યુવતીને માર મારતો હતો. તેમાં યુવતીએ ધાનેરા પોલીસ મથકે જે.ડી.ખાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ધાનેરા પોલીસે જે.ડી.ખાન નામના શખ્સ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપી જે.ડી.ખાન માત્ર ધાનેરા જ નહીં પરંતુ ધાનેરા, થરાદ અને મહેસાણામાં સ્પા સેન્ટર ખોલી તેમાં ગોરખ ધંધા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્પા સેન્ટરના નામે ગોરખ ધંધા ચાલતા હોવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે બનાસકાંઠા પોલીસ હવે જે.ડી.ખાન સહિત જિલ્લામાં આવેલા સ્પા સેન્ટરો સામે તપાસ હાથ ધરે છે કે કેમ તે જોવું રહ્યુ છે.


  • Follow us on: