- પાલનપુરમાં રોગચાળાએ માથું ઉચક્યું
- શહેરના કોટ અંદરના વિસ્તારમાં રોગચાળો વકાર્યો
- ગરમીના કારણે લોકો લુની બીમારીથી પીડાયા
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે બનાસકાંઠા (Banaskantha) માં તાપમાન દિવસેને દિવસે વધતું જ જઇ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. પાલનપુર (Palanpur) ના કોટ અંદરના વિસ્તારમાં તાવ અને ઝાડા ઊલટીના દર્દીઓનો રાફડો ફાટ્યો છે જેને લઈને પાલનપુર (Palanpur) ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દર્દીઓથી ઉભરાઈ છે.

પાલનપુર સિવિલમાં ઓપીડી 1600 પાર પહોંચી
હવે ઉનાળો તેના પૂર્ણતાને આરે આવી ગયો છે. હવે બસ થોડા જ દિવાસોમાં ગુજરાત (Gujarat) માં વરસાદનું આગમન થશે. ત્યારે પણ હજી ગરમીનો પારો તો દિવસેને દિવસે ઉપર જ જતો જોવા મળી રહ્યો છે. જેના કારણે હવે લોકો લુની બીમારીનો ભોગ બની રહ્યા છે. પાલનપુરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં તાવ, શરદી, માથાના દુખાવો, ઉલટી અને ઝાડાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે મહત્વનની વાત છે કે, પાલનપુર સિવિલ (Civil) માં સામાન્ય દિવસોમાં નોંધાતી ઓપીડી (OPD) 1600 પાર પહોંચી છે.
ઝાડા ઉલટીને કારણે એક વ્યક્તિનું મોત
ગરમીના કારણે લુ લાગવાથી લોકો બીમાર પડી રહ્યા છે અને પાલનપુર (Palanpur) ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં જાડા ઉલટીના કેસના 35 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો સાથે જ બે દર્દીઓ એવા છે કે જે ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે. જેમને ICU માં ખસેડવામાં આવ્યા છે. ઝાડા ઉલટીની બીમારીને કારણે એક વ્યક્તિનું મોત પણ ચુક્યું છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ તો લેવાયા છે પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ કોલેરાની દહેશત સતાવી રહી છે.

શહેરને ગંદકી મુક્ત બનાવવાની સ્થાનિકો માંગ
પાલનપુર (Palanpur) શહેરના કોટ અંદરના વિસ્તારમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે. તેવામાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સફાઈ હાથના ધરાવતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે અને સ્થાનિકો વહેલી તકે તંત્રો જાગી અને કોર્ટ અંદરના વિસ્તારને ગંદકી મુક્ત બનાવે તેવી સ્થાનિકો માંગ કરતા જોવા મળી રહ્યા છે.