- વડોદરામાં ગરમીમાં વધુ 2 વ્યક્તિઓના મોત
- SSG હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં પ્રૌઢનું મોત
- વેમાલી અને હાલોલના દર્દીનું SSGમાં મોત
વડોદરામાં ગરમી જીવલેણ બની છે. જેમાં વધુ 2 વ્યક્તિઓના મોત થયા છે. તેમાં SSG હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં પ્રૌઢનું મોત થયુ છે. વેમાલી અને હાલોલના દર્દીનું SSGમાં મોત થયુ છે. હાવ શહેરમાં ગરમીનો પારો ઘટ્યો છે. ત્યારે રવિવારે ગરમીમાં વધુ બે વ્યક્તિના શંકાસ્પદ મોત નીપજયા છે. જેમાં એસએસજી હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં સારવાર લઇ રહેલા પ્રૌઢનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અગાઉ છાણી પોલીસના ASI દિપક માલુસરેનું મોત થયુ
અગાઉ છાણી પોલીસના ASI દિપક માલુસરેનું મોત થયુ હતુ. તથા રાવપુરાના 36 વર્ષીય યગ્રેશ પટેલનું મોત થયુ હતુ. વડોદરામાં ગયા મહિનાથી આ સુધી 50થી વધુ લોકોના મોત થયા છે.દિપક માલુસરે અગાઉ વરણામાં પોલીસ મથકમાં હતા. પેરાલીસીસ એટેક આવતા છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી. જેમાં બે ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. ગભરામણ થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબોએ માલુસરેને મૃત જાહેર કર્યા હતા. અગાઉ હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં 16 દિવસમાં 44 લોકોના મોત થયા હતા.
નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે
બપોરના સમયે કામ કરતા વ્યક્તિઓ અને વેકેશનના અંતિમ દિવસોની મજા માણી રહેલા બાળકો પણ હીટવેવનો શિકાર બની રહ્યા છે. ગોધરાના 12 વર્ષીય બાળકને તાવ અને હિટ સ્ટ્રોકની અસર જણાતા તેને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરાયો હતો. જ્યાં બુધવારે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે માંજલપુર મુક્તીધામ શનિદેવ મંદિર પાસે મંગળવારે બપોરે અજાણ્યા પુરુષને ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.