બનાસકાંઠામાં થરાદની પઠામડા સ્કૂલના શિક્ષકની આત્મહત્યા મુદ્દે મૃતકના પરિજનોએ પથમડા સ્કૂલના શિક્ષક અંકિતા મહેતા સહિત 6 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વોટ્સએપ સ્ટેટ્સમાં ત્રણ લોકો સામે આક્ષેપ લગાવ્યા હતા, જેમાં ગણેશ, લાલજી, ગણપત સામે ષડયંત્રના આક્ષેપ લગાવ્યા હતા. થરાદના ડમી વિધાર્થી કાંડમાં ભરત પરમારનું નામ આવ્યું હતું. શિક્ષણ વિભાગે ભરત પરમારને દોષિત ઠેરવતા મોતને વ્હાલું કર્યું હતું.
મળતી માહિતી મુજબ, થરાદની પઠામડા હાઈસ્કૂલના શિક્ષક ભરત પરમારનો થરાદની ચુડમેર પુલ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવા મામલે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષકની આત્મહત્યા કરવા દુષ પ્રેરણા મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 લોકો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. શિક્ષક ભરત પરમાર બે દિવસ પહેલા વહેલી સવારે ઘરેથી કહ્યા વિના નીકળી જતા હડકંપ મચ્યો હતો. શિક્ષક ભરત પરમારએ હું નિર્દોષ છું મારા વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે તેવું સ્ટેટસ લગાવી ગુમ થયા હતા.












