દમણમાં દારૂનો નશો કરીને નબીરાએ બેફામ કાર હંકારીને વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે,સોહમ દેવલાલીની કારની ટક્કર વાગી અને રાહદારી વૃદ્ધનું મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,તો પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે.
નબીરો સોહમ વલસાડના કાપડના વેપારીનો પુત્ર
મહત્વની વાત તો એ સામે આવી છે કે નબીરો સોહમ વલસાડના કાપડાના વેપારીનો પુત્ર છે અને આરોપીએ દારૂનો નશો કરીને કાર હંકારી છે,તો સોહમ પોતાના મિત્રને વાપી મૂકીને દમણ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી,આરોપીએ રસ્તામાં ચાર થી પાંચ લોકોને અડેફેટે લીધા છે તો સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,આરોપી એટલો નશામાં હતો કે તે કારની બહાર પણ નીકળી શકયો ન હતો,દમણ પોલીસે વધુ તપાસ આદરી છે.
સોહમ પોતાના મિત્રને વાપી મૂકી દમણ પરત ફરી રહ્યો હતો
વલસાડના જાણીતા કાપડના વેપારીના પુત્રનું દમણમાં પરાક્રમ સામે આવ્યું છે.સોહમ શ્યામ દેવલાલી નામના મોટા ઘરના નબીરાએ દમણમાં બેફામ કાર હંકારી એક વૃદ્ધને અડફેટે લઈ તેનું મોત નિપજાવ્યું છે.સોહમ પોતાના મિત્રને વાપી મૂકી પરત દમણ ફરી રહ્યો હતો તે વેળા તેણે ચારથી પાંચ બાઇકને અડફેટે લીધા બાદ એક રાહદારી ન અડફતે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મોટા ઘરના નબીરો હોવાથી પોલીસની તપાસમાં પણ શંકાની સોય સેવાઈ રહી છે,આરોપીને આજના દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.