- દાંતા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો
- વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત
- દાંતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ
એક તરફ ગુજરાતમાં ગરમીનો કહેર છે,તેની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,દાંતા તાલુકામાં વાદળછાયુ વાતાવરણ તો,અંબાજીમાં વરસાદનુ આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી હતી,તો વરસાદ પડતા બજારોમાં અને ઘરો આગળ પાણીમાં બાળકોએ મજા માણી છે,તો દાંતામાં પણ વરસાદ પડી શકે તેવી શકયાતાઓ લાગી રહી છે.
ગઈકાલે છોટાઉદેપુરમાં હતુ વાદળછાયુ વાતાવરણ
છોટાઉદેપુર પંથકમાં ભર ઉનાળે વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. જેથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ગરમીના કારણે પ્રજા ત્રાસી ગઈ હતી. સવારે 38 ડિગ્રી રહેલી ગરમી બપોર બાદ ઠંડા પવનની લહેરો આવતાં 3 ડિગ્રી જેટલી ઘટી હતી. જોકે વાદળછાયા માહોલથી સમગ્ર પંથકમાં વરસાદ થવાની શક્યતાઓ જણાતી હતી. જેના કારણે ખેતીમાં નુકસાન જવાની શક્યતાઓ વધતાં ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે.

26 એપ્રિલ 2024ના રોજ સુરતમાં થયો હતો વરસાદ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડયા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી હતી. વરસાદનું જોર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો હતો.
જાણો શું છે હવામાન વિભાગની આગાહી
જાણો શું છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આજની આગાહી પ્રમાણે, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદીની આગાહી કરી હતી કે,સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા વરસાદની અગાહી હતી,સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસસાદની આગાહી છે,જેમાં છોટાઉદેપુર,નર્મદા,તાપી અને દાહોદમાં હળવા વરસાદની આગાહી છે,તો અગામી 12 અને 13 મે ના રોજ રાજ્યમાં વરસાદની આગાહી છે,આગામી બે દિવસ ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી છે સાથે સાથે આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે,આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.