- રાજ્યમાં મે મહિનામાં કાળઝાળ ગરમી
- ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હિટવેવની આગાહી
- તો કેટલાક રાજ્યોમાં વરસાદ આપશે રાહત
મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક રાજ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હજી કેટલાક રાજ્યોમાં આકરી ગરમી પડવાના એંધાણ છે. તેવામાં કર્ણાટકના બેંગ્લુરુમાં તો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અન્ય કયા રાજ્યોમાં વરસાદ વરસશે આવો જાણીએ.
આ રાજ્યોમાં વરસાદ થશે
હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં 5 અને 6 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 5 મેના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ રાજ્યોમાં હિટવેવની સંભાવના
IMD અનુસાર પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને અને આંતરિક કર્ણાટકના ઘણા ભાગોમાં લોકોને હજુ પણ હિટવેવથી રાહત મળવાની નથી.
ગુજરાતના આ જિલ્લાઓમાં હિટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરીમાં 5 મેના રોજ હિટવેવની શક્યતા વ્યક્ત કરી છે.