• કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ
  • ધોખધમતી ગરમીને લીધે જનતા ત્રસ્ત
  • મોટા ભાગના શહેરોમાં 40 ડ્રિગીને પાર તાપમાન

હાલ દેશના વિવિધ રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોને લઇને ગરમીમાં વધારો થશે કે પછી રાહત મળશે તેને લઇને આગાહી કરી છે.

શું કહે છે હવામાન વિભાગ ?

હવામાન વિભાગે જણાવ્યું કે 26 થી 28 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં IMD એ પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ માટે જાહેર કર્યુ છે. આ રાજ્યોમાં 26 અને 27 એપ્રિલ સુધી વરસાદની સંભાવના છે. ઘણી જગ્યાએ વરસાદની સાથે વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન પણ ફૂંકાઇ શકે છે.

ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે

IMDએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન પૂર્વીય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિ ચાલુ રહી શકે છે. જ્યારે 26 થી 29 એપ્રિલ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં અને 26-28 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારત વિશે હવામાન વિભાગે કહ્યું કે અહીં 28-30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.


આ રાજ્યોમાં ગરમીથી નહી મળે રાહત

આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિથી લોકોને રાહત મળવાની નથી. હવામાન વિભાગે કહ્યું કે 28 એપ્રિલે ગંગાના પશ્ચિમ બંગાળના મોટાભાગના સ્થળો અને ઓડિશાના કેટલાક સ્થળોએ તીવ્ર ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવા, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંતરિક કર્ણાટકમાં 27 એપ્રિલથી 3 મે સુધી હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે.


મધ્ય ભારતમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગ મુજબ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 26 થી લઇને 29 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અને મધ્ય ભારતમાં આ સમયે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.


  • Follow us on: