ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના લીધે અંબાજીના બજારો પાણી પાણી થયા છે. વધારે વરસાદ વરસતા લોકો ભારે હેરાન થયા હતા. તો ક્યાંક ગરમીના લીધે પરેશાન થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો.


અંબાજીમાં વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહીના પગલે દિવસના ભારે ઉકળાટ પછી અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાજી અને અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી ગયો છે. વરસાદ પડતા અંબાજીના બજારોમાં પાણી વહેતા થયા હતા.ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો ક્યાંક વરસાદ વરસી જતા ઉંડાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રોડ રસ્તા પણ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાકને નુકસાન થવાની શક્યતા

અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ પડતા બાજરી, કપાસ જેવા પાકોને નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ભારે વરસાદને લીધે બાગાયતી પાકોને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. વરસાદને લીધે ખેડૂતો ખૂબ જ ચિંતામાં જોવા મળ્યા છે.તો ગુજરાતમાં ભારે ધોધમાર વરસતા ગુજરાતના સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતમાં પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી પણ કરી છે.

  • Follow us on: