બનાસકાંઠા જિલ્લાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા મિટીંગ યોજી નાના મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ, અફીણ, ડુડી વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, અને જો કોઈ પરિવાર પ્રસંગોમાં અફીણ કે બીડી સિગરેટ વાપરે તો તેના પર 51,000 નો દંડ નક્કી કરાયો છે.


બનાસકાંઠા રબારી સમાજનો મહત્વનો નિર્ણય વ્યસનને લઈ

બનાસકાંઠા જિલ્લામાં અનેક સમાજો પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથા દૂર કરીને સમાજમાં બદલાવ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે રબારી સમાજ દેવું પરિવાર દ્વારા ડુવા ગામમાં મિટિંગ યોજી ડુવાના રબારી સમાજને વ્યસન મુક્ત કરવા બંધારણ બનાવામાં આવ્યું છે, રબારી સમાજમાં નાના-મોટા તમામ પ્રંસગોમાં બીડી-સિગારેટ, અફીણ, ડુડી જેવા વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જો કોઈ પ્રંસગમાં અફીણ કે બીડી સિગરેટ વાપરે તો 51000 હજાર દંડ નક્કી કરાયો છે.. તે દંડ રબારી સમાજ ના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનુ નક્કી કરાયું છે.

મરણ પ્રસંગમાં શીરા બનાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

તે ઉપરાંત સમાજમાં- મરણ પ્રંસગમાં માત્ર ખિચડી-કઢી જ બનાવવા માટેનો નિયમ કરાયો છે અને બારમાના દિવસે માત્ર રોટલા- શાક કરવાનો નિર્ણય કરાયો. મરણ પ્રસંગમાં ઘી ની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, તે ઉપરાંત બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવોનો નિણય કરાયો છે. મરણ પ્રસંગમા ઓઢામણી પ્રથા પણ બંધ કરાઈ છે, આ નિર્ણયને રબારી સમાજના યુવાનોએ પણ આવકાર્યો છે વ્યસન પ્રથા અને મરણ પ્રસંગમાં જે ખર્ચાઓ વધી જતા હતા તે ખર્ચાઓના લીધે અનેક પરિવારો પર દેવા પણ થતા હતા.. સામાજિક પ્રંસગે ખોટા ખર્ચાઓ બંધ કરીને બાળકોને યુવાનોને શિક્ષણ પાછળ ખર્ચ કરવા આગેવાનો નિર્ણય કર્યો છે..

 

  • Follow us on: