- કાંકરેજના ટોટાણામાં પગાર નિયમિત ન ચુકવતા ડેરીને તાળાબંધી
- પગાર મામલે છેલ્લા 3 દિવસથી ડેરીને કરાઈ તાળા બંધી
- વહેલી તકે મામલાનો અંત લાવવા પશુપાલકોની માંગ
કાંકરેજ તાલુકાના ટોટાણામાં પશુપાલકોને દૂધનો પગાર સમયસર ચૂકવવામાં આવતો ન હોવાથી દૂધ ડેરીને ગામલોકોએ બુધવારે તાળાબંધી કરી હતી. આમ ત્રણ દિવસથી ડેરી બંધ રહેતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
















