ભરુચના અંકલેશ્વરમાં સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીની ઘટના સામે આવી છે. જમવાનું વહેંચવા બાબતે યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે વીડિયોના આધારે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીનો વીડિયો વાયરલ થયાને લઇ પોલીસ એક્શનમાં આવી હતી. વાયરલ વીડીયોના આધારે બી ડિવિઝન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મળવા બોલાવી યુવાનને માર મરાયો હતો. શુભપ્રસંગમાં જમવાનું વહેંચવા બાબતે યુવાનો વચ્ચે ઉગ્ર તકરાર થઇ હતી. યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પરિવર્તીત થયો હતો. 

અંકલેશ્વરમાં સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીની ઘટનાને પગલે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. મારામારીની ઘટનામાં જાણવા મળ્યું હતું કે, શુભપ્રસંગમાં જમવાનું વહેંચવા બાબતે યુવાનો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મળવા બોલાવી યુવાનને માર મરાયો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસે વીડિયોના આધારે તપાસ આદરી હતી અને ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: