ભાવગનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.સુશીલ ઝાએ રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી છે. મેડિકલ કોલેજમાં ઇન્ચાર્જ ડીને રાજીનામું આપ્યું જ્યારે કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા પૂર્વ ડીન પાસેથી રાજીનામું લેવાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઇન્ચાર્જ ડીનના રાજીનામાને લઈને વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે વિદ્યાર્થીઓ સાથે કરાયેલ હેરાનગતિનો મામલો વિવાદમાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. 


કોલેજનું વાતાવરણ ના બગડે માટે રાજીનામું આપ્યું 

તાજેતરમાં મેડીકલ કોલેજમાં GSને ઈરાદાપૂર્વક પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ કરવાનો મામલો વિવાદમાં આવ્યો હતો. મેડીકલના વિદ્યાર્થીઓને જાણી જોઈને કોલેજ સંચાલકો તરફથી કરાતી હેરાનગતિના કારણે ઇનચાર્જ ડીનની કામગીરીને લઈને સવાલો ઉઠયા હતા. કોલેજનું વાતાવરણ ના બગડે માટે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવા મામલે હોબાળો મચ્યા બાદ આજે અગમ્ય કારણોસર રાજીનામું ધરી દીધું. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.સુશીલ ઝાએ સ્વૈચ્છીક નિવૃત્તિનો નિર્ણય લેતા ડીન પદેથી રાજીનામું આપ્યું. ઇન્ચાર્જ ડીન ડો.સુશીલ ઝા રાજીનામું આપ્યા બાદ હાલમાં સીકલીવ પર ઉતરી ગયા છે. હાલમાં મેડિકલ કોલેજ ખાતે અધિક ડીન ડો.અમિત પરમાર સંભાળશે ડીનનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા પૂર્વ ડીન ડો.હેમંત મહેતાનું સરકારની સૂચના બાદ રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાનું વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. 

ભાવનગરની મેડિકલ કોલેજ વિવાદમાં

અગાઉ પણ ભાવનગરની મેડિકલ કોલેજ વિવાદમાં જોવા મળી હતી. આ વર્ષના માર્ચ મહિનાની શરૂઆતમાં જ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર ડોકટરોનું સીનીયર દ્વારા રેગિંગ કરાયું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોબાળો મચ્યા બાદ કોલેજ તરફથી કાર્યવાહી કરાતા રેગિંગ કરનારા 4 સીનીયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગરની મેડિકલ કોલેજમાંથી એક સાથે 93 વિદ્યાર્થીઓને ડીન દ્વારા પરીક્ષા આપતા અટકાવ્યામાં હતા. મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના જોવા મળી હતી કે એકસાથે 93 મેડિકલ સ્ટુડન્ટ પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય. કહી શકાય કે ભાવનગર મેડિકલ કોલેજ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહી છે.

  • Follow us on: