ભાવનગરના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પશુપાલકોની સૌથી મોટી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની દૂધ સહકારી ડેરી એટલે કે સર્વોત્તમ ડેરી દ્વારા મોટો નિર્ણય લઈને દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરની સહકારી ડેરી સર્વોતમ ડેરીએ દૂધની ખરીદીમાં ભાવ વધારો કર્યો છે. ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લી.ની સર્વોત્તમ ડેરી દ્વાર કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. તો, આ પહેલા, સર્વોત્તમ ડેરી દ્વારા કિલો ફેટના ભાવ રૂ.830 હતો. હવે રૂ.20નો વધારો કરતા કિલો ફેટે પશુપાલકોને 850 રૂપિયા મળશે.













