ભરૂચ જિલ્લાના વાલિયામાં પ્રેમપ્રકરણમાં યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના પ્રેમી સહિત 2 જણા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
હકીકતમાં ગત 27 માર્ચના રોજ વાલિયા તાલુકાના વડ ફળિયામાં રહેતી અંજના વસાવા (22) પોતાના ઘરે હતા. આ દરમિયાન મોડી રાતે 10 વાગ્યાની આસપાસ અંજનાના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. જેથી તેણીએ ફોન પર વાતચીત કર્યા બાદ એસિડ પી લીધુ હતુ. જેના પગલે યુવતીની તબિયત અચાનક લથડી હતી અને ઉલટી થવા સાથે ગભરામણ થતાં તેણી બૂમાબૂમ કરવા લાગી હતી.













