- સારવાર દરમિયાન વૃદ્ધનું હોસ્પિટલમાં મોત
- 3 દિવસ પહેલા રખડતા ઢોરે લીધા હતા અડફેટે
- ઢોર પકડવાની કામગીરીની મનપાના દાવાની પોલ ખુલી
ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. જેમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત થયુ છે. તેમજ સારવાર દરમિયાન વૃદ્ધનું હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. 3 દિવસ પહેલા રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમાં ઢોર પકડવાની કામગીરીની મનપાના દાવાની પોલ ખુલી છે.
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. જેમાં 3 દિવસ પહેલા કુંભારવાડા મિલની ચાલીમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ચિત્રા મફતનગરમાં રહેતા 60 વર્ષીય રમણિકભાઈ પરમાર નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમજ મૃતકના પરિવારજનો પોલીસ કાર્યવાહી કરવાથી દૂર રહ્યાં છે. મનપાનું તંત્ર ઢોર પકડવાના દાવાઓ કરે છે પરંતુ રખડતા ઢોર અનેક નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.
ઢોર પકડવાના દાવાઓ માત્ર કાગળ ઉપર હોવાનો અહેસાસ થઈ રહ્યો છે
ઢોર પકડવાના દાવાઓ માત્ર કાગળ ઉપર હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. મનપાના તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.
એક અઠવાડીયા પહેલા જામનગરમાં ઢોરે કર્યો હતો હુમલો
જામનગર - રાજકોટ ધોરી રોખપાટ ગામના પાટીયા નજીક રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખુંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જામનગરના શેખપાટ ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી.
પાટણમાં બે અઠવાડીયા પહેલા ઢોરે કર્યો હતો હુમલો
પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. અવારનવાર રખડતાં ઢોરો રાહદારીઓ, વાહનચાલકોને હડફેટે લેતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વધુ બે નાગરિકો રખડતાં ઢોરનો શિકાર બની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બન્નેને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.