• ઢોરવાડામાં અધિકારીઓ સમયાંતરે વિઝિટ કરતા હોય છે
  • ક્ષમતા મુજબ પશુઓને કેટલ હોમમાં રખાઈ રહ્યા છે
  • ઢોરવાડામાં સફાઈ કામદાર દ્વારા સ્વચ્છતા રખાઈ રહી છે

અમદાવાદમાં રખડતા ઢોર, ટ્રાફિક અને રોડ મુદ્દે હાઈકોર્ટનું સખત વલણ સામે આવી રહ્યું છે. આ વચ્ચે ઢોરવાડામાં પશુઓના મોત મામલે કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો અને જણાવ્યું કે, ઢોરવાડામાં અધિકારીઓ સમયાંતરે વિઝિટ કરતા હોય છે પરંતુ ક્ષમતા કરતાં વધુ પશુઓ આવતાં સ્થિતિ બગડી છે.

છેલ્લા થોડાં દિવસોથી અમદાવાદના ઢોરવાડામાં પશુઓની મોતની ઘટના સામે આવી રહી હતી. જેના કારણે માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વચ્ચે સરકારે જવાબમાં જણાવ્યું કે, ક્ષમતા મુજબ પશુઓને કેટલ હોમમાં રખાઈ રહ્યા છે. તેમજ ઢોરવાડામાં સફાઈ કામદાર દ્વારા સ્વચ્છતા રખાઈ રહી છે.

આ ઉપરાંત સરકારે કહ્યું કે, પશુઓને ઘાસચારો મળતો ન હોવાની માલધારીઓની રજૂઆત કરી છે. આ અંગે માલધારી પશુઓને પૂરતો ઘાસચારો પણ મળતો નથી. તેમજ પ્રશાસન એફિડેવિટ કરે છે પરંતુ હકીકત કંઈ અલગ છે. AMC તરફથી કોર્ટમાં રજૂઆત કરી છે. ગઈકાલએ રજૂ કરેલા પશુઓના ફોટા જેને લઈ સરકારનો ખુલાસો કરવામાં આવ્યો છે.


  • Follow us on: