- HCએ રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
- ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત
- સરકારી કમિશન માત્ર નામ પૂરતું : અરજદાર
રાજ્યમાં કાયમી OBC નહીં હોવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં HCએ રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. તેમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત છે કે સરકારી કમિશન માત્ર નામ પૂરતું છે. ત્યારે હાઇકોર્ટે જણાવ્યું છે કે સરકાર કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી. OBC સમાજનો સમયસર સરવે ન થયો. તેથી કમિશન કંઈ રીતે કાર્ય કરે છે તે જવાબ રજૂ કરવા આદેશ છે. આ કમિશન ફરિયાદ સાંભળવા બન્યુ નથી.
સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી
રાજ્યમાં કાયમી OBC નહીં હોવાનો વિવાદ હાઇકોર્ટમાં છે. તેમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. માત્ર 1 સભ્ય પર ચાલતા OBC કમિશન પર હાઈકોર્ટે સરકાર કારે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી. સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. હાઈકોર્ટે આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું પોતાના પ્રાથમિક અવલોકનમાં નોંધ્યું હતું.
માત્ર 1 સભ્યની રચના મામલે સરકારે પાસે ખુલાસો માંગવામાં આવ્યો
સમગ્ર મામલે કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. સાથે OBC જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી હતી અને રાજ્ય સરકારે કરેલું સોગંદનામામાં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું જણાવ્યું હતું. NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે સરકારે પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.