ભાવનગરમાં યુવકની એક હત્યાનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં એક સડક પાસે હત્યા કરી દેવાઈ હતી.જેના લીધે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.તો જાણવા મળેલું કે, મૃતક યુવક મહિલા પોલીસ કર્મચારીનો પુત્ર હતો.


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કોઈ જૂની અદાવતને લઈને આરોપીઓએ મહિલા પોલીસ પુત્રની ઘાતક હત્યા કરી હતી.જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

પોલીસ પુત્રની હત્યાના મામલે ભાવનગર શહેરમાં ચકચાર મચી હતી. પોલીસ પુત્રની હત્યાના મામલે 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, પોલીસ પુત્રની હત્યાના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કોઈ જૂની અદાવતના લીધે યુવકની હત્યા કરી નાખ્યાનું પોલીસનું અનુમાન છે. તો ઉલ્લેખનીય છે કે, હત્યામાં સંડોવણીના આરોપસર મૃતક યુવાન પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવણીના આરોપસર જામીન ઉપર જેલથી બહાર હતો. જ્યાં તેની હત્યા કરી નાખવાની ઘટના બની હતી. આરોપીઓ હત્ચા કરીને ફરાર થઈ ગયા હતા.

આરોપીઓને પકડવા પોલીસની શોધખોળ

હત્યાના બનાવમાં હજુ પણ આરોપીઓ 3 દિવસથી પોલીસ પકડથી દૂર છે. મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાના મામલે પોલીસ વિભાગે 3 ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે. તો LCB, SOG અને ઘોઘારોડ પોલીસની 3 ટીમોએ હાલ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભાવનગરમાં અગાઉ પણ હત્યાના બનાવો બનેલા છે.જેમાં જૂની અદાવતમાં હત્યા કરી દેવાઈ છે. તો હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: