- તળાજા ડેપોના બે કર્મચારીઓ પર હુમલાને લઈ હડતાળ
- હડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયા
- પોલીસ કાર્યવાહી નહી કરે તો ફરી આંદોલનની ચીમકી
તળાજા એસ.ટી ડેપો ખાતે ડ્રાઈવર કંડકટરની હડતાળ વધુ ઉગ્ર બની હતી. મળતી માહિતી મુજબ, તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઈ તળાજા ST ડેપો ખાતે હડતાળનો સૂર ફૂકાયો હતો. આ હડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયા હતા.
તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઇ તળાજા ST ડેપો ખાતે કર્મીઓ દ્વારા હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ST ડેપો ખાતે કર્મીઓની હડતાળને પગલે 1500થી વધુ મુસાફરો રઝળયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કડક પગલાં લેવાની ખાતરી આપી બસો રવાના કરી હતી.













