રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ચરિતાર્થ કરતો બનાવ સામે આવ્યો છે. એક નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધું હતું, આ ઘટના છે ભાવનગર શહેરના વસંત વિહાર સોસાયટી નજીકની....જન્મતા વેંત જ નિષ્ઠુર માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકીને ફરાર થઇ ગઇ છે. ઝાડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું છે.


ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ વસંતવિહાર સોસાયટી નજીક બની છે. તાજુ જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંટમાં ફગાવી દીધું પરંતુ નવજાત શિશુના ભાગ્યમાં નવું જીવન લખ્યું હશે માટે નવજાત શિશુ બાવળની કાંટમાં કલાકો સુધી લટકતું રહ્યું અને જીવીત પણ રહ્યું છે. પરંતુ એક માતા આવું કેવી રીતે કરી શકે? શું તેનામાં જરાય માનવતા નહીં હોય? આવા અનેક સવાલો અત્યારે લોકો કરી રહ્યાં છે.

આ બનાવ અંગે સ્થાનિક કોઈ વ્યક્તિને જાણ થતા ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં મેડિકલની ટીમ બનાવ સ્થળ પર પહોંચી હતી. અને બાવળની કાંટમાં લટકતું નવજાત શિશુને સહી સલામત બહાર કાઢ્યું છે. મળતી વિગતો પ્રમાણે હાલ આ નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. આવી માતાને કેવી રીતે પૂજનીય સમજવી? અત્યારે લોકો બાળકો માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અહીં તો ગંગા ઉલટી વહેતી જોવા મળી હોવાનું સામે આવ્યું છે. તાજા જન્મેલા બાળકે માતાએ બાવળોમાં ફેકી દીધું? જોકે, બાળકના ભાગ્યમાં જીવવાનું લખેલું હશે એટલે તે જીવી ગયું છે, અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

  • Follow us on: