- લગ્નના થોડા દિવસ પહેલા જ હાર્ટ એટેકથી મોત
- ભાવનગરથી અમદાવાદ આવ્યા બાદ યુવકનું મોત
- પાલીતાણાના કશ્યપ શુક્લનું હાર્ટ એટેકથી મોત
લગ્ન પહેલા હાર્ટ એટેકથી ભાવનગરના યુવકનું મોત થયુ છે. જેમાં લગ્નના થોડા દિવસ પહેલા જ હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભાવનગરથી અમદાવાદ આવ્યા બાદ યુવકનું મોત થયુ છે. પાલીતાણાના કશ્યપ શુક્લનું હાર્ટ એટેકથી મોત થતા યુવાનોમાં ભય ફેલાયો છે.
હાર્ટ એટેકથી મોત બાદ 29 વર્ષીય યુવકનું અંગદાન
હાર્ટ એટેકથી મોત બાદ 29 વર્ષીય યુવકનું અંગદાન થયુ છે. ભાવનગરના 29 વર્ષીય મીંઢોળ બાંધેલ યુવાનનું લગ્ન પહેલાં હદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. ગઈકાલે ભાવનગરથી અમદાવાદ પરત યુવાન પોતાના ઘરે પહોંચ્યો હતો. લગ્નના થોડા દિવસ પહેલા આજે હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના વતની કશ્યપ શુક્લનું હદય રોગ ના હુમલાથી મોત નિપજ્યું છે.
યુવાનનું મોત નિપજતા લગ્ન ગીતની જગ્યાએ મરસિયા ગવાયા
હાર્ટએટેકથી 29 વર્ષીય યુવાનનું મોત નિપજતા લગ્ન ગીતની જગ્યાએ મરસિયા ગવાયા છે. મૃતકનું ચક્ષુદાન, અંગદાન અને દેહદાન કરાયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમા હાર્ટ અટેકથી મોત થયાનું તારણ સામે આવ્યું
ભાવનગરના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં કામ કરતા શ્રમિકનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. અલંગ શિપ યાર્ડના પ્લોટ 128માં કામ કરી રહેલા બિહારી યુવાનને હાર્ટ અટેક આવતા તેઓ ઢળી પડયા હતા. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનું તારણ આપ્યું હતું. બિહારથી મજૂરી કામ માટે ભાવનગર આવેલા આ યુવક સંજયસિંહ રામનિવાસસિંહ ભાવનગર શિપ બ્રેકિંગ યાર્ડમાં શિપ તોડવાનું કામ કરતા હતા. તેઓ જ્યારે યાર્ડમાં આ કામ કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં અને મોતને ભેટયા હતા. ઘટના બાદ તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા હાર્ટ અટેકથી મોત થયાનું તારણ સામે આવ્યું છે