- હાર્ટએટેકના રાજ્યમાં વધતા બનાવ
- વડોદરામાં વિમલ ઉપાધ્યાયનું થયું નિધન
- લગ્ન પ્રસંગ માટે ગયેલા વિમલભાઈનું અવસાન
મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક મહત્વની જાણકારી સામે આવી છે. હાલમાં જ નીમાયેલા નવા કુલપતિ ડો. નીરજા ગુપ્તાના પીએ વિમલ ઉપાધ્યાયનું હાર્ટએટેકના હુમલાથી મોત થયું છે.
હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પીએ વિમલ ઉપાધ્યાયનું પણ વડોદરામાં હાર્ટ એટેકના કારણે મોત થયું છે.લગ્ન પ્રસંગમાં ગયેલા વિમલ ઉપાધ્યાયને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા જેમાં તેમનું મોત થયું છે.વિમલ ઉપાધ્યાય છેલ્લા કેટલાય સમયથી ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યા હતા.તેઓ અત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના પીએ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.અગાઉ પણ તેમને 2 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.
ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો અનુભવાય છે. આ દુખાવો ક્ષણીક હોય છે અને 2 થી 5 મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં, પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. 20% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે 60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહેલા લક્ષણ રૂપે સીધો હાર્ટ એટેક જ આવે છે.
અત્યંત ગંભીર બાબત એ છે કે હાર્ટ એટેક દરમ્યાન 25 % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યુ પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ દર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાં પણ વઘી ગયું છે. જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો છે.