વિવાદોની વચ્ચે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેમાં 17 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે, હાલ વિવાદ વચ્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં 21 ડિરેકટરો માટે આ ચૂંટણી યોજવામાં આવશે અને 19 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આજે વર્તમાન બોડીના 21 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. 


સહકાર પેનલના 21 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે

મળતી માહિતી મુજબ, રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે વર્તમાન બોડીના 21 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. જ્યોતીન્દ્ર મહેતા, જિમ્મી દક્ષિણી, નલિન વાસા સહિતની સહકાર પેનલના 21 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. ગઈકાલે પૂર્વ ચેરમેન કલપક મણિયાર દ્વારા ચૂંટણીને લઈને સત્તાધીશો ઉપર આરોપ લગાવ્યા હતા. ક્લપક મણિયાર જાહેર મંચ કે મીડિયા સામે આવવાને બદલે સોશિયલ મીડિયા ઉપર પોતાના આરોપ લગાવી રહ્યા છે. જોકે વિવાદ વચ્ચે જ્યોતિન્દ્ર મહેતા, જિમ્મી દક્ષિણી સહિત સહકાર પેનલના 21 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.  19મીએ નાગરિક બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 9 નવેમ્બરે ફોર્મ ચકાસણી, 11મીએ ફોર્મ પરત ખેંચાશે.

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરસસીમાએ પહોંચી છે.બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એતો આવનારો સમય બતાવશે,બેંકમાં 21 ડિરેક્ટરની ચૂંટણીમાં બે મહિલા અનામત છે જેમાં એક અનુસૂચિત જાતિ બેઠક જાહેર કરવામાં આવી છે,બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરની નિમણૂંક કરવામાં આવી છે,મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટારની નિમણૂંક કરવામાં આવી છે.

કૌંભાડને લઈ વિવાદ વધ્યો

દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા હતા. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે.

  • Follow us on: