અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે. જેમા ખ્યાતિ હોસ્પિટલ જેવી જ લોકોને છેતરવા બીજી હોસ્પિટલ બનાવવાનો પ્લાન માટે કાર્તિક પટેલ, ચિરાગ અને રાહુલ બેઠક કરતા હોવાનું સામે આવ્યું છે. નરોડા, ગોતા, સાબરમતીમાં ખ્યાતી જેવી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, ખ્યાતિકાંડ મુદ્દે વધુ એક કાંડ રચવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલની જેમ જ બીજી અન્ય હોસ્પિટલ બનાવીને ગરીબોના હૃદય ચીરવાનો પ્લાન હતો. અન્ય હોસ્પિટલ બનાવવાના પ્લાનને લઇ કાર્તિક પટેલ ચિરાગ રાજપુત રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મીટીંગ કરતા હતા. મીટીંગોના મહત્વના નિર્ણયો પણ ડાયરીમાં લખવામાં આવતા હતા. કાર્તિક પટેલ ચિરાગ રાજપુત અને રાહુલ સાથે બેસાડીને ક્રાઈમ બ્રાન્ચે એક સાથે ત્રણે આરોપીઓની કરેલી પૂછપરછમાં આ ખુલાસો થયો છે.













