સુરત મનપાના વોર્ડ 18ની પેટાચૂંટણી જાહેર કરાઈ છે,ભાજપે ખાલી બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં પેટાચૂંટણીમાં જીતુ કાછડના નામની ભાજપે જાહેરાત કરી છે,જીતુ કાછડ આહીર સમાજમાંથી આવે છે અને વોર્ડનો આગળ પડતો અને લોકપ્રિય નેતા છે,આ ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે.સ્વ.કોર્પોરેટર ગેમર દેસાઈની ખાલી પડેલી બેઠક પર થશે ચૂંટણી.


મતદાન અને મતગણતરીનો કાર્યક્રમ જાણો

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર, વોર્ડ નં. 18 માટે પેટા ચૂંટણી માટે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો સ્વીકારવામાં આવશે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ વોર્ડમાં કુલ 1.05 લાખ મતદાતાઓ છે, અને 93 મતદાન બુથ ગોઠવવામાં આવશે.

કોંગ્રેસમાંથી સાણીયા હેમાદ ઉમેદવાર છે

કોંગ્રેસ પાર્ટીએ સાણીયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાંધાર રામાનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સંજયભાઈ અગાઉ સાણીયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ પૂરો થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં શામેલ થયો છે, અને આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મજબૂત દાવેદાર તરીકે સંજય રામાનંદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.


  • Follow us on: