સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુંબેરજી માર્કેટમાં આઠમાં માળે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ ફયર વિભાગને કરવામાં આવતા ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.


સારોલી વિસ્તારમાં કુંબેરજી માર્કેટમાં આઠમાં માળે આગ

આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા છે. કુંબેરજી માર્કેટમાં આઠમાં માળે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાની માહિતી બાદ ફાયર બ્રિગેડની અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા છે.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુંબેરજી માર્કેટમાં આઠમાં માળે આગ લાગતા કાપડનો માલ બળીને ખાખ થઇ ગયો છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથીં. કુંબેરજી માર્કેટમાં આઠમાં આગ કયા કારણે લાગી તે હજું કારણ અકબંધ છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આગની ઘટના

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. બમ્બા ગેટ પાસે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.  ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા.


  • Follow us on: