અમદાવાદમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV)નો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકમાં HMPVના લક્ષણો જણાતા તેને સારવાર અર્થે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને છેલ્લા એક મહિનાથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાતા હતા. હાલ બાળક શહેરની SGVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં ચીની વાઈરસના અત્યાર સુધીમાં 7 કેસ નોંધાઈ ચૂક્યા છે.













