શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ કરતા 5 આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતા 5 આરોપીને CID ક્રાઇમે મુંબઇથી ધરપકડ કરી છે.
તંત્ર દ્વારા શેરબજારમાં રોકાણની સોશિયલ મીડિયા પરની જાહેરાતોથી દૂર કરવા માટે ખાસ તાકીદ કરી છે. તેમ છતાં શેરબજારમાં રોકાણની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. શેરબજારમાં રોકાણ દ્વારા મલ્ટિબેગર રિટર્ન અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ કોલ સેન્ટરનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ આચરવા મામલે CID ક્રાઇમે મુંબઇથી 5 આરોપીઓની ધરપકડ કરી છે.













