SGST વિભાગની બિલ વિના વેચાણ કરતા કેમિકલના વેપારીઓને ત્યા દરોડા પાડ્યા છે. 14 વેપારીઓના ત્યાં દરોડા દરમિયાન 9.11 કરોડની કરચોરી ઝડપાઈ છે. SGST વિભાગે કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા, ઇલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.
રાજ્યમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવતા SGST વિભાગે ગુજરાતમાં વિવિધ સ્થાને દરોડા પાડ્યા હતા. GST વિભાગે અમદાવાદ, સુરત, વાપી,વડોદરા, વ્યારામાં કેમિકલના 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. બિલ વગર વેચાણ કરતા વેપારીઓને ત્યા તપાસ શરૂ કરવામાં આવી હતી. GSTના દરોડા દરમિયાન 9.11 કરોડની કરચોરી ઝડપાઈ હતી. જેમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવી હતી.
ગુજરાતમાં વિવિધ સ્થાને GST વિભાગના દરોડા
- અમદાવાદ, સુરત, વાપી,વડોદરા, વ્યારામાં દરોડા
- GSTના દરોડામાં 9.11 કરોડની કરચોરી ઝડપાઈ
- બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવી
- કેમિકલના 14 વેપારીઓને ત્યાં GSTના દરોડા
- બિલ વગર વેચાણ કરતા વેપારીઓ પર દરોડા
- કેમિકલ,ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા વેપારીઓ પર દરોડા
ગુજરાતમાં વિવિધ સ્થાને GST વિભાગના દરોડા દરમિયાન 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, 2 વેપારીઓ વાપીમાં અને 1 વેપારી વ્યારા સહિત વિવિધ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. SGST વિભાગે કેમિકલના 14 વેપારીઓને ત્યા તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી છે. SGST વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.