• જામનગર સાઇબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યું કોલ સેન્ટર
  • જામનગરના ખેડૂતની ફરિયાદ પરથી જૂનાગઢમાં દરોડા
  • ખેડૂતોને એજન્સી આપવાના નામે કરતા હતા છેતરપિંડી

જૂનાગઢ શહેરમાં ચાલતું બોગસ કોલ સેન્ટર પકડાયું છે. જેમાં જામનગર સાઇબર ક્રાઈમ સેલે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. તેમાં જામનગરના ખેડૂતની ફરિયાદ પરથી જૂનાગઢમાં દરોડા પડ્યા છે. ખેડૂતોને એજન્સી આપવાના નામે છેતરપિંડી કરતા હતા.

ખેડૂતોને વિશ્વાસમાં લઈને નાણાં પડાવ્યા

તાલપત્રી અને દવાની એજન્સી આપવાની લાલચ આપતા હતા. તેમાં જૂનાગઢની 5 મહિલા સહિત 11 ઈસમો ઝડપાયા છે. જેમાં ખેડૂતોને ફોન કરી ટાર્ગેટ બનાવતા હતા. તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલાય ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. તેમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને નાણાં પડાવ્યા છે.

એક ફ્લેટમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો

અગાઉ શહેરમાં એક ફ્લેટમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. અમદાવાદનો શખ્સ પરપ્રાંતીય યુવક-યુવતીઓને પગાર પર રાખી જૂનાગઢમાંથી ઈન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી 10 યુવક-યુવતીઓ અને કોલસેન્ટર માટેની સામગ્રી કબજે કરી હતી. આરોપીએ એમેઝોન અને પેપલ એપ્લીકેશન પરથી ડેટા મેળવી ક્સટરમને ફોન કરી વસ્તુ પરત આપવાના નામે અથવા ઓર્ડર કેન્સલ કરવાના નામે છેતરતા હોવાનું સામે આવ્યું હતુ. આ મામલે હજી પણ પાંચ લોકો ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ત્રણ લાખથી વધુની રોકડની સાથે 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

કોલ સેન્ટર પરથી ત્રણ લાખ કરતા વધુની રોકડની સાથે પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક બહુમાળી મકાનમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ધામધામી રહ્યું છે તેવી બાતમીને આધારે અહીં તપાસ કરતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. જૂનાગઢ પોલીસની સંયુક્ત ટીમે બહુમાળી ભવનમાં તપાસ કરતા અહીંથી કોલ સેન્ટરના સંચાલન સાથે સંકળાયેલા મૂળ મણિપુર નાગાલેન્ડ અને ગુજરાતના મળીને કુલ 11 યુવક અને યુવતીઓ પકડાયા હતા. પકડાયેલા તમામ આરોપી અહીંથી બેઠા બેઠા સમગ્ર કોલ સેન્ટરનું સંચાલન કરતા હતાં.

  • Follow us on: