કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ લાંગા સાથે સંકળાયેલાની હવે ED પૂછપરછ કરશે. સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.
મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કરોડોના બોગસ GST બિલિંગ મુદ્દે EDએ વધુ એક કાર્યવાહી હાથ ધરવા જઇ રહી છે. ED હવે મહેશ લાંગા સાથે સંકળાયેલાની પૂછપરછ કરશે. અનેક સરકારી બાબુઓની હવે ઊંઘ હરામ થશે. કારણ કે, સમગ્ર મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ- GMBમાં તપાસનો ધમધમાટ શરૂ થશે. લાંગાએ GMBની વિગતોની ઉઠાંતરી કરી હતી. બોર્ડ અને સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.













